સૌરાષ્ટ્રની નદીઓ | Rivers of Saurashtra

સૌરાષ્ટ્રની નદીઓ
સૌરાષ્ટ્રની નદીઓ

→ સૌરાષ્ટ્રની નાની-મોટી 71 નદીઓ આવેલી છે.

→ સૌરાષ્ટ્રનું જળ પરિવહન તંત્ર ત્રિજ્યાકારે રચાયેલું છે.

→ સૌરાષ્ટ્રની નદીઓ મધ્ય ડુંગરમાંથી નીકળી પૈડાના આરાની જેમ ચારે તરફ ફેલાયેલી છે.

→ સૌરાષ્ટ્રની અગત્યની નદીઓ જેમાં ભાદર , શેત્રુંજી, મચ્છુ અગત્યની નદીઓ વહે છે.

→ સૌરાષ્ટ્રની નદીઓ કેન્દ્રત્યાગી નદીઓ તરીકે જાણીતી છે.

→સૌરાષ્ટ્રની મોટામાં મોટી અને લાંબી નદી "ભાદર" છે જે ૨૬૦ કિલોમીટર લાંબી છે.

→સૌરાષ્ટ્રની નદીઓને ચાર ભાગમાં વહેંચી શકાય છે.

  1. પૂર્વ તરફ વહેતી નદીઓ
  2. પશ્ચિમ તરફથી વહેતી નદીઓ
  3. ઉત્તર તરફ વહેતી નદીઓ
  4. દક્ષિણ તરફ વહેતી નદીઓ

પૂર્વ તરફ વહેતી નદીઓ


→ આ નદીઓ મોટાભાગે ખંભાતના અખાતને મળે છે.

→ સૌરાષ્ટ્રની પૂર્વ તરફ વહેનારી નદીઓમાં સુકભાદર, ભોગવો, ઘેલો, શેત્રુંજી ,કાળુભાર, રંધોળી મુખ્ય નદીઓ છે.

પશ્ચિમ તરફથી વહેતી નદીઓ


→ આ તરફ વહેતી નદીઓ મોટાભાગે કચ્છના અખાતમાં સમાઈ જાય છે.

→ સૌરાષ્ટ્રની પશ્ચિમ તરફથી વહેતી નદીઓમાં ગોમતી, સની, ભાદર, ઓઝત, ઉબેણ વગેરે નદીઓ છે.

→ ગીરની ટેકરીઓમાંથી નીકળતી ઓઝત અને ઉબેણ એ પોરબંદરના નવીબંદર ખાતે ભાદર નદીને મળે છે.

ઉત્તર તરફ વહેતી નદીઓ


→ ઘી,ફુલઝર, સિંહણ, ઊંડ, રંગમતી, નાગમતી, આજી, બ્રાહ્મણી, ફાલકુું વગેરે

→ મચ્છુ, બ્રાહ્મણી, ફાલકુું કચ્છના નાના રણમાં મળે છે. જ્યારે બાકીની નદીઓ કચ્છના અખાત ને મળે છે.


દક્ષિણ તરફ વહેતી નદીઓ



→ આ તરફ વહેતી નદી મોટેભાગે અરબ સાગરમાં સમાઈ જાય છે.

મુખ્ય નદીઓ : ભાદર, હિરણ, કપિલા, સરસ્વતી, મચ્છુન્દ્રી, ધાતરવડી વગેરે

→ તેમાં પ્રભાસ પાટણ (સોમનાથ) પાસે સંગમ પામતી કપિલા, સરસ્વતી અને હિરણ મુખ્ય છે.

→ કોડીનાર એ શિંગવાડો નદીના કિનારે આવેલું છે.



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments