આંતરિક / અંતેર્વેધી અગ્નિકૃત ખડકો ((Instrusive Igneous Rocks)

આંતરિક / અંતેર્વેધી અગ્નિકૃત ખડકો
આંતરિક / અંતેર્વેધી અગ્નિકૃત ખડકો

જ્યારે પૃથ્વીના પેટાળમાં અર્ધ-ઘન અર્ધ પ્રવાહી અવસ્થામાં રહેલો મેગ્મા પેટાળમાં અંદર જ જામી જાય છે ત્યારે આવા ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે.

→ આંતરિક અંગ્નિકૃત ખડકોના ઊંડાઈના આધારે મુખ્ય બે પ્રકાર પડે છે.
  • મધ્યસ્થ અગ્નિકૃત ખડકો (Hypobassal Igneous Rocks)
  • પાતાલીય/અંત:સ્થ અગ્નિકૃત ખડક (Plutonic lgneous Rocks)

  • પાતાલીય/અંત:સ્થ અગ્નિકૃત ખડક (Plutonic lgneous Rocks)

    → જો મેગ્મા પૃથ્વીના પેટાળમાં અર્થાત્ વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્થાને રચાયેલા ખડકોને અંતઃસ્થ (પ્લુટોનિક) ખડકો કહેવામાં આવે છે. જે 'પાતાલીય અગિગ્નિકૃત ખડક'ના નામે પણ ઓળખાય છે.

    → વધુ ઊંડાઈએ મેગ્મા ઠરવાની ક્રિયા ઘણી ધીમી હોય છે. તેથી તેમાં રચાતા સ્ફટિકો મોટા કદના અને સ્પષ્ટ આકાર ધરાવતા હોય છે. આથી ખડકો મોટા દાણાદાર હોય છે.

    → ગ્રેનાઈટ, ડાયોરાઈટ, ગેબ્રો, પેરિડોટાઈટ વગેરે પાતાલીય અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે.

    → ભારતમાં રાજસ્થાન, છોટા નાગપુરના ઉચ્ચપ્રદેશમાં તથા દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં ઘણા સ્થળે આવા ખડકો રચાય છે.


    મધ્યસ્થ અગ્નિકૃત ખડક (Hypobassal Igneous Rocks)

    → જયારે જવાળામુખી પ્રસ્ફોટનના સમયે ધરાતલીય અવરોધના કારણે તિરાડો, જવાળામુખી નળી, ડાઈક વગેરેમાં જ મેગ્મા જામી જાય છે. આ ખડકોને મધ્યસ્થ આંતરિક ખડકો કહેવામાં આવે છે.

    → આ ખડકોનું નિર્માણ પૃથ્વી સપાટીની નીચે થાય છે. પરંતુ ધોવાણ -ઘસારણ વગેરે ક્રિયાઓના કારણે તે બહાર અલગ-અલગ સ્વરૂપમાં પ્રગટ થાય છે.

    → આમ, ભૂગર્ભ અને પૃથ્વી સપાટીની વચ્ચેના ખડકસ્તરોમાં જ્યાં જ્યાં આ મેગ્મા ઠરી ગયો હોય અને તેમાંથી ખડકો રચાયા હોય, તે ખડકોને મધ્યસ્થ (હાઈપોબેઝલ) અગ્નિકૃત ખડકો કહે છે.

    → આવા ખડકોમાં સ્ફટિકોના કદ નાના હોય છે અને ક્યારેક તે પૂર્ણ રૂપે વિકસેલા હોતા નથી. સપાટી નીચેના ખડક સ્તરોમાં જે કદ અને સ્વરૂપના પોલાણો હોય તેમા મેગ્મા ભરાઈ જાય, ઠરે અને તેવા આકારના નવા ખડકો રચાય છે.


    → મધ્યસ્થ ખડકોને તેમના આકાર અને સ્વરૂપ મુજબ નીચે પ્રમાણેના નામ આપવામાં આવ્યા છે.
    → બૈથોલિથ (Bathollths), લેકોલિથ (Lac-coliths), ફેકોલિથ (Phacolith), લેપોલિથ (Lopoliths), સિલ (SIll), ડાઈક (Dyke)

    બૈથોલિથ (Batholiths):
    → સૌથી વિશાળ આંતરિક અગ્નિકૃત ખડકો છે જેમની લંબાઈ 50 થી 80 કિ.મી.ની હોય છે. જે લાંબા, અસમાન (Irregular), ગુમદાકાર (Dome Shaped) તથા જોઈ શકાતું નથી.

    → ધોવાણથી માત્ર ઉપરનો ભાગ જોવાય છે.

    → જ્વાળામુખી ઉદ્ગારવાળા પર્વતીયક્ષેત્રમાં જોવા મળે છે. જેમાં ગ્રેનાઈટ ખડકનો યોગ હોય છે જે પૃથ્વીની પર્વતમાળાઓનો ગર્ભભાગ બતાવે છે.

    → ઉદાહરણ :- રાંચીના ઉચ્ચપ્રદેશમાં બેથોલિથ મળે છે.


    લેકોલિથ (Laccolith)
    → તે માત્ર પ્રસ્તર/જળકૃત (Sedimentary) ખડકોમાં જ જોવા મળે છે.

    → જે પૃથ્વીની સપાટીથી નજીક હોય છે.


    ફેકોલીથ (Phacolith)
    → જવાળામુખી ઉદગારના સમયે લહેરદાર (મોડદાર / વલિત) પર્વતમાળાની અપનીતિ (Anticline) તથા અભિનીતિ (Syncline)માં મેગ્માના જામવાના કારણે બનતા અગ્નિકૃત ખડકને ફેકોલિથ કહે છે.

    લોપોલીથ (Lopolith) :-
    → જર્મનભાષા Lopas જેનો અર્થ ‘છીછરું મેદાન' એવો થાય છે.

    → જયારે મેગ્મા પૃથ્વી સપાટીની નીચે અંતર્ગોળ આકારની ખાલી જગામાં (બેસિન-કૂંડી, ઊંડાણવાળી જગ્યામાં) જમા છે ત્યારે રકાબી આકારનું નિર્માણ થાય છે. જેને લોપોલિથ કહે છે. 000

    → ટ્રાન્સ હિમાલયમાં 480 કિ.મી. લાંબો લોપોલિથ મળી આવેલ છે.

    ડાઈક (Dyke) :-

    → લંબગત(જાડાઈ), મોટાઈમાં કેટલાક સેન્ટિમીટરથી સેંકડો મીટર અને લંબાઈમાં કેટલાક મીટરથી અનેક કિલોમીટર સુધી.


    સિલ (Sill)

    → સ્તરના સ્વરૂપમાં અગ્નિકૃત ખડકોનો સમૂહ જે જળકૃત અથવા વિકૃત ખડકો વચ્ચે પસાર થતાં મેગ્માના ઠરવાથી બને છે. જે સેન્ટિમીટરથી મીટર સુધી જાડી હોય છે.


    → WhatsApp Group Click

    → Facebbok Page Click


    Post a Comment

    0 Comments