Plain region of South Gujarat | દક્ષિણ ગુજરાતનો મેદાની પ્રદેશ

દક્ષિણ ગુજરાતનો મેદાની પ્રદેશ
દક્ષિણ ગુજરાતનો મેદાની પ્રદેશ

→ દક્ષિણ ગુજરાતનું મેદાન પુરના મેદાન તરીકે જાણીતું છે.


→ આ મેદાન ભરૂચ જિલ્લાના દક્ષિણ ભાગથી વલસાડ સુધી વિસ્તરેલું છે.


→ તાપી, પુર્ણા, અંબિકા, ઔરંગા, પાર , કોલક, દમણગંગા જેવી નદીઓના નિક્ષેપણથી આ મેદાન રચાયેલું છે. આ નદીઓમાં ચોમાસા દરમિયાન પૂર આવે છે. જે ઘોડાપૂર તરીકે ઓળખાય છે.


→ દક્ષિણ ગુજરાતની નદીઓના વહેણની ઝડપ વધુ હોવાથી તે નિક્ષેપણની સાથે સાથે ધોવાણ કરે છે. આથી આ મેદાન મધ્ય ગુજરાત જેટલું ફળદ્રુપ નથી.


  • લાટનો પ્રદેશ :

  • → નર્મદા નદીનો દક્ષિણનો ભાગ કે જ્યાં અંબિકા, કોલક, કીમ અને તાપી નદી વહે છે. આ નદીના પ્રવાહથી રચાતા પ્રદેશને લાટનો પ્રદેશ કહે છે.


    → અનુમૈત્રકકાળ ઉપરાંત રાષ્ટ્રકૂટોના સમયમાં આ પ્રદેશ લાટ તરીકે જાણીતો હતો.


    → ટોલમી નામના વિદેશી પ્રવાસીએ આ પ્રદેશને લાટિકા નામ આપ્યું હતું.


  • દંડકારણ્ય પ્રદેશ :

  • → રામાયણના સમયમાં ડાંગનો પ્રદેશ દંડકારણ્ય તરીકે જાણીતો હતો. અહીં શબરીના એઠા બોર રામે ખાધા હતા એવી લોકકથા છે.


  • ખારોપાટ :

  • →દરિયા કિનારાની ઝીણી રેતી તથા ક્ષારયુક્ત, કાદવ કીચડવાળા મેદની ભાગને ખારોપાટ કહે છે.


    → WhatsApp Group Click

    → Facebbok Page Click


    Post a Comment

    0 Comments