Mengruv Na Janglo | મેન્ગ્રુવના જંગલો

મેન્ગ્રુવના જંગલો
મેન્ગ્રુવના જંગલો

→ મેન્ગ્રુવ જંગલો એટલેકે ચેરના જંગલો

→ મેન્ગ્રુવ જંગલો ભારતમાં નવ રાજયોના સમુદ્રી કિનારાઓ તેમજ ત્રણ કેન્દ્રશાશિત પ્રદેશોના દરિયા કિનારાના વિસ્તારમાં ફેલાયેલા છે.

→ વિશ્વમાં મેન્ગ્રુવ જંગલો ઉષ્ણકટિબંધીય અને પેટા ઉષ્ણકટિબંધીય હદના વિસ્તારમાં જોવા મળે છે.

→ મેન્ગ્રુવ જંગલો ભરતી- ઓટ તેમજ ભારે પવન- તોફાનોથી દરિયા કિનારનું ધોવાણ અટકાવે છે.

→ કચ્છમાં સૌથી વધુ 71.5 % મેન્ગ્રુવ જંગલો જોવા મળે છે.

→ મેન્ગ્રુવની 15 જેટલી પ્રજાતિ જોવા મળે છે.

→ 1982 માં ગુજરાતમાં કચ્છના અખાતમાં આવેલા મેન્ગ્રુવના જંગલોને મરીન નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો છે.

→ મરીના સૌથી વધુ પ્રભુત્વ ધરાવતી પ્રજાતિ છે.

→ ચેરના વૃક્ષમાં સામાન્ય વૃક્ષ કરતાં કાર્બન સ્ટોરેજ વેલ્યૂ 10 ટકા વધુ હોય છે, એટેલે પર્યાવરણ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગને આગળ વધતાં અટકાવવામાં ચેરના વૃક્ષો ખૂબ જ મહત્વનુ પ્રદાન આપે છે.

→ સમગ્ર દેશમાં મેન્ગ્રુવના જંગલો કુલ 4628 ચો. કિમી. ના વિસ્તારમાં જોવા મળે છે.

→ ગુજરાતમાં મેન્ગ્રુવના જંગલો 1103 ચો. કિમી. ના વિસ્તારમાં જોવા મળે છે.

→ આંતરરાષ્ટ્રીય ચેર દિવસ : 26 જુલાઇના રોજ ઉજવવામાં આવે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments