→ મોસમી બંદર : મોસમ પ્રમાણે એટલે ઋતુ બદલાતા મત્સ્ય પકડવાના ઉદ્યોગમાં બડાવ આવે તેવા બંદર મોસમી બંદર કહેવાય. ઉ.દા. વેરાવળ (ગીર સોમનાથ)
→ બારમાસી બંદર : જે બંદર માછીમારોની પ્રવૃત્તિ બારેમાસ ચાલતી હોય તેવા બંદરને બારમાસી બંદર કહેવાય છે . ઉ.દા. નવલખી
ગુજરાતનાં પ્રથમ કક્ષાના 10 મત્સ્યબંદરો જે નીચે મુજબ છે
ગુજરાતનાં પ્રથમ કક્ષાના 10 મત્સ્યબંદરો
બંદરનું નામ
ક્યાં આવેલું છે?
વેરાવળ
ગીર સોમનાથ
પોરબંદર
પોરબંદર
માંગરોળ
જૂનાગઢ
જાફરાબાદ
અમરેલી
જખૌ
કચ્છ
દ્વારકા
દેવભૂમિ દ્વારકા
ઓખા
દેવભૂમિ દ્વારકા
રાજપરા
ગીર સોમનાથ
નવાબંદર
ગીર સોમનાથ
ઉમરસાડી
વલસાડ
→ વેરાવળ (ગીર સોમનાથ) એ ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય બંદર છે. તેથી તે Fishring Port તરીકે પણ ઓળખાય છે.
→ ભાંભરા પાણી (Brackish Water) અને ખારાશવાળું પાણી ના વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં બીજા નંબર પર આવે છે. જેથી તેમાં ઝિંગાનું ઉત્પાદન સૌથી વધારે થાય છે.
→ સુરત, વલસાડ અને ભરૂચમાં ભાંભરા પાણી (Brackish Water)ના વિસ્તારોમાં “શ્રીંમ્સ (Shrimps)” માછલાનું ઉત્પાદન થાય છે.
→ ભાંભરા જળવિસ્તાર માંથી પ્રોમ્ફેટ, હિલ્સા, પ્રોન, પર્ચ, બોમ્બેડ, ટુના વગેરે માછલીની પ્રજાતિ મળી આવે છે.
0 Comments