Black Soil | કાળી જમીન

કાળી જમીન
કાળી જમીન

→ આ જમીન ઊંડી અથવા મધ્યમ ઊંડી હોય છે અને ઊંડાઈની દ્રષ્ટીએ તેના જુદા જુદા ભાગ પાડવામાં આવે છે.

→ આ જમીન સૌરાષ્ટ્રમાં મેદાનોમાં, સાબરકાંઠા જીલ્લાના પૂર્વભાગમાં, પંચમહાલ જીલ્લામાં અને કચ્છ જીલ્લાના ભુજ તાલુકામાં જોવા મળે છે.

→ વડોદરા જિલ્લાના દક્ષિણ ભાગમાં ભરૂચ, સુરત અને વલસાડ જીલ્લામાં તેમજ ડાંગ જિલ્લાના પશ્વિમ ભાગમાં આવેલી છે.

→ આ જમીન ૬ થી ૨૦ ફૂટ સુધીની ઊંડાઈની મળી આવે છે.

→ આ જમીનમાં ચીકણી માટીનું પ્રમાણ ૬૦ થી ૭૦ % હોય છે. આ જમીન પિયત માટે અનુકુળ આવતી નથી.

→ આ જમીન પિયત માટે અનુકુળ ગણવામાં આવતી નથી. આ જમીન ચોમાસમાં ફૂલે છે અને ચીકણી બને છે. ઉનાળામાં મોટી મોટી તિરાડો પડી જાય છે.

→ આ જમીનમાં ભેજસંગ્રહશક્તિ વધારે હોય છે, જયારે નિતારશક્તિ ઘણી ઓછી હોય છે આથી આ જમીન પિયત માટે અનુકુળ ગણાતી નથી.

→ નીચાણવાળી જમીનમાં પાણી ભરાય છે. આવી જમીન ક્યારીની જમીન તરીકે ઓળખાય છે.

→ મુખ્યત્વે આ જમીન સૌરાષ્ટ્રના ઉચ્ચપ્રદેશ નર્મદા - તાપી ખીણપ્રદેશમાં જોવા મળે છે.

→ આ જમીન ટ્રેપના ઘસારણથી બનેલી છે.

કાળી જમીનના અન્ય નામ : રેગુર જમીન, કાળી-કપાસની જમીન, વિષુવવૃત્તિય કાળી જમીન, વિષુવવૃત્તિય ચર્નોઝમ, ટ્રોપિકલ બ્લેક અર્થ


રંગના આધારે કાળી જમીનના ત્રણ ભાગમાં ત્રણ ભાગમાં વહેચી શકાય છે.
    ➤ ઊંડી કાળી જમીન
    ➤ મધ્યમ કાળી જમીન
    ➤ છીછરી કાળી જમીન


ઊંડી કાળી જમીન

→ આ જમીનને "સ્વયં ખેડાતી જમીન" તરીકે પણ ઓળખવામાં આવે છે.

→ આ જમીનમાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે તથા આ જમીન સુકાઈ જતાં તેમાં ચીરા પડે છે.

→ કાળો રંગ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, ટિટાનીફેરસ. મેગ્નેટાઈટ જેવા ખનીજોને આભારી છે.

→ આ જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ 7 થી 8.5 % જેટલું હોવાથી આ જમીન એસિડિક છે.

→ આ પ્રકારની જમીન દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે.

→ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વડોદરા, વલસાડ

→ ઊંડી કાળી જમીન દક્ષિણ ભારતની "રેગુર" જમીન ને મળતી આવે છે.

→ આ જમીનમાં કપાસ, શેરડી જેવા પાકો વધુ લેવાય છે.


મધ્યમ કાળી જમીન

→ આ પ્રકારની જમીન પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી વગેરે સ્થળોએ જોવા મળે છે.

→ આ જમીનમાં પંચમહાલમાં તેમાં ડાંગરનું વાવેતર થાય છે

→ તળગુજરાતમાં મગફળી- મકાઇ વાવેતર થાય છે.

→ સૌરાષ્ટ્રમાં મગફળી- કપાસનો પાક લેવાય છે.


છીછરી કાળી જમીન

→ આ જમીન પાતળું પડ ધરાવે છે.

→ આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે.

→ આ પ્રકારની જમીનનો ઉપયોગ મોટા ભાગે ગોચર માટે થાય છે.

→ આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર અને મઘ્ય ગુજરાતનાં પૂર્વ વિસ્તારમાં આ જમીન જોવા મળે છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments